હલી જાય છે, હલી જાય છે સ્થિર રહેતું મારું હૈયું, જીવનમાં કંઈકવાર હલી જાય છે
કદી નાના કારણોમાં એ હલ્યું, પણ મોટા કારણોમાં એ સ્થિર રહી જાય છે
હોય છે મોટા કારણો કાજે તૈયારી, ના એને ત્યારે એ હલાવી જાય છે
બેદરકાર રહે છે જ્યાં એ નાના કારણોમાં, નાના કારણો એને હલાવી જાય છે
જગાવી કંઈક આશાઓ, કંઈક તૃષ્ણાઓ, જીરવાઈ ના જ્યાં એ હૈયાંમાં, હૈયું એમાં હલી જાય છે
ધારી હતી સફળતા જીવનમાં તો જ્યાં, મળી જ્યાં એમાં નિષ્ફળતા હૈયાંને એ હલાવી જાય છે
પ્યારને પ્યાર કર્યો હૈયાંથી જ્યાં પ્યાર અન્યને, ના સમજ્યો પ્યાર, ઠૂકરાવી જાય જ્યાં પ્યારને
ના જોવાનું દૃશ્ય જીવનમાં જ્યાં દેખાય છે, ના જ્યાં એ ભુલાય છે, હૈયાંને હલાવી જાય છે
ના કરવાનું જીવનમાં જ્યાં થઈ જાય છે, ના એમાં અટકી જવાય છે, હૈયું મારું એમાં હલી જાય છે
હૈયાં ખૂબ સંભાળ્યું મેં તો તને જીવનમાં, તોયે શાને તું વારેવારે, જીવનમાં શાને હલી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)