Hymn No. 5713 | Date: 15-Mar-1995
|
|
Text Size |
 |
 |
1995-03-15
1995-03-15
1995-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1212
આવતા જગમાં રે પ્રભુ એથી શરમાય, આવતા એથી અચકાય છે
આવતા જગમાં રે પ્રભુ એથી શરમાય, આવતા એથી અચકાય છે કર્યું સર્જન જગમાં, મોટા ઉપાડે માનવનું તો એણે એના એજ સર્જને, કર્યો છે જગમાં નિરાશ તો એને કળ વળી નથી એને યુગો યુગોથી રે એમાં એને જોઈ રહ્યો છે રાહ એ માનવની, ભક્તિ પાઈ પાણી, કળ એની દૂર કરે પાય છે ભક્તિનું પાણી, માનવ જેજે, દેવા દર્શન એ દોડી જાયે છે દઈ બુદ્ધિ માનવને, સંપીને વધવા જગમાં આગળને આગળ એજ બુદ્ધિથી રહ્યો છે માનવ, એકબીજાનું નીકંદન કાઢતોને કાઢતો ભરી શક્તિ નિયમોમાં, ઘડયા અદીઠ નિયમો જગમાં પ્રભુએ તોડી તોડી એને માનવ જગમાં હરખાતોને હરખાતો જાય છે રાખ્યું જગમાં જગને અન્ન વસ્ત્રથી ભરપૂર તો એણે ભૂલીને રાખવો વિશ્વાસ એનામાં, રહ્યો છે કરતો સંગ્રહ એનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavata jag maa re prabhu ethi sharamaya, aavata ethi achakaya che
karyum sarjana jagamam, mota upade manavanum to ene
ena ej sarjane, karyo che jag maa nirash to ene
kaal vaali nathi ene yugo yugothi re ema ene
joi rahyo, panani rahyo, manavhe kaal eni dur kare
paya che bhaktinum pani, manav jeje, deva darshan e dodi jaaye che
dai buddhi manavane, sampine vadhava jag maa agalane aagal
ej buddhithi rahyo che manava, ekabijanum nikandana kadiyodi adamaya
nikodami nikodami nikodami, nikodame, nikodame, nikamithue, nikodami
en jag maa harakhatone harakhato jaay che
rakhyu jag maa jag ne anna vastrathi bharpur to ene
bhuli ne rakhavo vishvas enamam, rahyo che karto sangraha eno
|