પળેપળ રે તારી છે મોંઘી જીવનમાં, કરવા બેસીશ જો તું ગણતરી એની
જોજે એવી તારી ગણતરીની પળો પણ, મોંઘી ના બની જાય
પળેપળમાં જીવનમાં તો, બનતું ને બનતું જાય
જોજે ત્યારે રે તું જીવનમાં, પળ તારા હાથમાંથી ના સરકી જાય, પળ ત્યાં મોંઘી બની જાય
આપવો પડવાનો છે હિસાબ, પળેપળનો તો પ્રભુના દરબારમાં
પળેપળમાં જોજે ના ગોટાળો થાય, ના એમાં વધારો કે ઘટાડો થાય
પળેપળ પરખી તો જગમાં જીવનનું માપ બની જાય, પળ ત્યાં મોંઘી બની જાય
પળેપળ છે માપ જીવનનું, જીવન તો પળેપળમાં મપાય
જીવજે જીવન તું એવું, તારા જીવનનું માપ એમાં બોલાય
દેશે જો પળ આઘાત તને, કદી સુખની લહેરી ઊભી કરી જાય
પળેપળને રાખજે મુક્ત તું એમાંથી, જીવન મુક્ત તોજ જીવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)