તું સાચવી લેજે, તું સાચવી લેજે, જીવનમાં ત્યારે તું સાચવી લેજે
આવેને જાગે પ્રસંગો જીવનમાં એવા, ક્રોધ જાગે જો ત્યારે જીવનમાં રે તું તારી જાતને સાચવી લેજે
કામવાસના છે અંગ જીવનનું, કાબૂ બહાર જાય જીવનમાં રે જ્યારે, ત્યારે તું સાચવી લેજે
સફળતા નિષ્ફળતા છે અંગ જીવનના, આવે અસર એની જો હૈયે, જીવનમાં ત્યારે રે તું...
લોભલાલચ તો જાગે, કુટિલતા હૈયાંમાં જો, એ જન્માવે જ્યારે, ત્યારે રે તું...
ધાર્યું અણધાર્યું જીવનમાં આવે ને થાયે, જીવનને એ તો તાણે રે જ્યારે, ત્યારે રે તું...
ભાગ્ય દુર્ભાગ્ય ખેલને ખેલ જીવનમાં, હચમચાવી જાય જીવનને એ જ્યારે, ત્યારે રે તું...
ભાવો ને ભાવો હૈયાંમાં જાગે ને જાગે, જીવનને એ તો તાણે રે જ્યારે, ત્યારે રે તું...
અનિર્ણીત બની જાય જીવનમાં તું જ્યારે, જીવનમાં અસર એની આવે ત્યારે રે તું...
સાચવતોને સાચવતો રહેશે જીવનમાં જ્યાં તું આ બધું, પ્રભુ તને ત્યારે સાચવી લેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)