દુઃખમાં પડીએ જ્યારે અમે, તૈયાર થઈએ અમે દુઃખી કરવા તને
જોઈએ ના અમે એમાં, સાંજ, સવાર કે રાત તો એમાં અમે - તૈયાર...
અટક્યા ના જીવનમાં અમે કદી ખોટું કરતા, દુઃખી થયા જ્યાં એમાં અમે - તૈયાર...
હોઈએ જ્યારે દુઃખી, તારા મુખનું હાસ્યના જોઈ શકીએ, દુઃખી અમે થઈએ - તૈયાર...
ભૂલી સાનભાન, કરીએ કાર્ય એવા અમે, આમંત્રણ દુઃખને અમે દઈએ - તૈયાર...
કરીએ ખોટું જ્યાં અમે, માંડી ના શકીએ તારી નજર સામે નજર તો અમે - તૈયાર...
પૂરા દિલથી ને પૂરા ભાવથી, પૂરા યત્નો ના કરીએ, દુઃખી અમે થઈએ - તૈયાર...
ભૂલો કરીએ ઘણી ઘણી, સુધારવાને બદલે, થઈએ દુઃખી યાદ કરી કરીને - તૈયાર...
નાજુક પરિસ્થિતિ, વિશેષ બનાવીએ નાજુક અમે, રહેવા મુક્ત એમાંથી કરીએ દુઃખી તને - તૈયાર...
ચાહિએ ના દુઃખી થવા એમાં, થાતાને થાતા રહીએ દુઃખી જીવનમાં તો અમે - તૈયાર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)