કોને હું ભૂલું, કોને હું યાદ કરું (2)ભૂલવા ચાહું ઘણું ઘણું, તોયે ના ભૂલી શકું
ભૂલવા જ્યાં બેસું, આવે ધસી યાદો ઝાઝી, ભૂલી હું તો શકું તો થોડું
ભૂલવા ચાહું દુઃખ દર્દને, ના જીવનમાં હું એ તો ભૂલી શકું
કરવા ચાહું યાદ પ્રભુને રે જીવનમાં, ના એને યાદ કરી શકું
આશા ને નિરાશાઓમાં, રહ્યો અટવાઈને અટવાઈ તો હું
નિરાશાઓને તો યાદ કરું, આશાઓને હું તો ભૂલું
ભૂલવા જ્યાં બેસું, ધસી આવે યાદો ઘણી, મૂંઝાતોને મૂંઝાતો એમાં હું તો રહું
બેસું ભૂલવા જ્યાં, ધસી આવે યાદો ઘણી, ક્રમ ભૂલવાનો ના આપી શકું
ભૂલવામાંને ભૂલવામાં, જીવનમાં શું ભૂલવાનું છે, એ પણ હું તો ભૂલું
ભૂલવું જીવનમાં મારે મને, રાખી રહ્યો છું મધ્યમાં તો હું, મને ના હું ભૂલું
ભૂલવામાં ભૂલવાને દઈ બેસું, ક્રમ ખોટા, અનર્થ જીવનમાં ઊભો હું તો કરું
છે પ્રશ્ન આ સદા રહ્યો છે સતાવતોને સતાવતો, ના એ પ્રશ્નને ભૂલી શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)