કિનારા કિનારા, છે એને તો, એના રે કિનારા, એના રે કિનારા
વહેતીને વહેતી ચીજોને, હોય છે એને, એના રે કિનારા, એના રે કિનારા
જીવન તો રહે છે વહેતું ને વહેતું પ્રભુ, તારા ચરણ તો છે, એના રે કિનારા
વિચારોને વિચારો રહે વહેતાને વહેતા, દેજે પ્રભુ એને રે તું, તારા ચરણોના કિનારા
ભાવોને ભાવોની ધારા રહે વહેતીને વહેતી, સમાવી દેજે દઈને એને તારા ચરણોના કિનારા
પ્રેમની રે ધારા રહેશે અખંડ વહેતી ને વહેતી, મળશે જો એને રે ચરણોના કિનારા
કર્મોને કર્મોની રે ધારા રહે જગમાં વહેતી ને વહેતી, અટકશે મળશે જ્યાં એને તારા ચરણોનાં કિનારા
જ્ઞાનને જ્ઞાનની ધારા રહે વહેતી ને વહેતી, મળશે જ્યાં એને તો તારા ચરણોના કિનારા
દુઃખ દર્દની ધારા રહે વહેતી, અટકશે ના એ, મળશે ના જો એને તારા ચરણોના કિનારા
દૃશ્ય રહેશે દેખાતુંને દેખાતું, હશે અને મળશે એને દૃષ્ટિના કિનારાને કિનારા
દેજે પ્રભુ સદા મારી દૃષ્ટિને, પ્રભુ તારા ચરણોના કિનારાને કિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)