મન રે તું ક્યાંને ક્યાં જઈ પહોંચતું
ના કોઈ સીમા તને રોકી શક્તું, ના કોઈ બંધન તને બાંધી શક્તું
કલ્પનાની સીમાની પાર જઈ તું પહોંચતું , સમયની પાર પણ તું જઈ પહોંચતું
ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યકાળ, તને નડી ના શક્તું
ના કોઈથી રહ્યું બંધાઈ તું, આઝાદ બની, આઝાદ રહી, રહ્યું તું ફરતું ને ફરતું
ક્ષણમાં અહીં, ક્ષણમાં તો ક્યાં, વીતે ક્ષણ એ પહેલાં ઠેકાણું તું બદલતું
જાતો તું જ્યાં, પત્તો એનો ના કોઈને તો દે તું
કરી કોશિશો ઘણાએ, કોઈના કાબૂમાં જલદી ના તું આવતું
આવે જો કાબૂમાં તું, સ્વર્ગને ચરણમાં ત્યાં તું ધરી દે તું
તારી શક્તિ છે અનંત, ભળવા અનંતમાં કાજે, સદા રહેતું તું તડપતું
કાબૂમાં આવ્યું તું જેના, ધાર્યું ફળ એને તો તું આપતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)