અગણિત કિરણોની માલિક છે માડી રે તું, અંધકારમાં અટવાયો છું તોયે હું
અંધકાર ભરી ભરી હૈયાંની ગુફામાં, તારા પ્રકાશનું એક કિરણ ફેંકશે એમાં તું
જલતો રાખ્યો સૂર્યને, જગમાં સહુને તો જોવાને કાજે, જોવાને તને એક કિરણ હૈયાંમાં ફેંકજે તું
નથી અંદર કાંઈ ઠંડી, નથી તાપ કાંઈ ભારી, છે અંદર તારા કિરણ વિનાની અંધારીં અવની
એ અટારીમાં ઊભો ઊભો, અંધકાર વિના, ના બીજું કાંઈ હું નિરખી શકું
વિકારો ને વિકારોના સ્પંદનોથી, ચારે તરફથી એમાં ઘેરાયેલોને ઘેરાયેલો ઊભો છું હું
સમજાતું નથી કોણ છે સાથે, જાણે સાથ વિનાનો, અંધકારથી ઘેરાયેલો છું હું
અંધકાર વિના નથી કાંઈ બીજું દેખાતું, અંધકારની પાછળ ક્યાંથી ગોતું તને હું
અગણિત કિરણોની માલિક માગું છું, એક કિરણ હું તો એવું, તને એનાથી ગોતી શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)