આશાઓનો દીપ હૈયાંમાં જલાવી રે માડી, મીટ મેં તો તારી સામે માંડી
વિશ્વાસની જાળીમાં રાખી સુરક્ષિત એને રે માડી, મીટ મેં તારી સામે માંડી
આશાઓના અનેક તારલિયા ટમટમ્યા હૈયાંમાં, દીપ એનો તો બનાવી - મીટ...
તું છે એક જ મારી આશા પૂરનારી રે માડી, મીટ મેં તો તારી સામે માંડી - મીટ...
અંધકાર ઘેરા આકાશમાં, દીપ જલતોને જલતો રાખી રે માડી - મીટ....
આશાઓને આશાઓ દીધી હૈયાંમાં તેં જગાવી, પૂરવા હવે એને રે માડી - મીટ...
આશાઓના તાંતણાઓએ, દીધો મને મૂંઝાવી જીવનમાં રે માડી - મીટ...
ચારે બાજુએથી, તોફાની વાયરાઓ, રહ્યાં છે એને જીવનમાં હલાવી રે માડી - મીટ...
રાખજે સુરક્ષિત હવે એને રે તું, દઈ દઈ મને હૈયાંમાં એવી એંધાણી - મીટ...
તુજ દર્શન ને તુજ ચરણની રાખી છે આશા મેં તો, બધી આશાઓ દીધી છે એમાં સમાવી - મીટ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)