કોઈ વહેલું જાગ્યું, કોઈ મોડું જાગ્યું, કોઈ સપનાની લીલામાં ડૂબીને ડૂબી રહ્યું
સમય ના કોઈથી રોકાયો, ના કોઈથી રોકાશે સમયનો રથ તો ચાલ્યો ને ચાલ્યો જાશે
કરી કોશિશો અટકાવવા કંઈકે એને, ના કોઈથી એ રોકાયો, ના કોઈથી રોકાશે
નાંખશે ના નજર કાંઈ એ આજુબાજુ, ભલે સહુ રમત એની એમાં રહીને રમતાં રહેશે
હોય ગણતરી બધી એના આધારેને આધારે, તોય ગણતરી એની ના એ રાખશે
કંઈક સૂર્યો આવ્યા એમાં, કંઈક ચંદ્રો પ્રગટયા એમાં, કોઈ વિસાત એની તો ના ગણાશે
ના પ્રશંસા સાંભળવા પોતાની ઊભો રહેશે, ના એ વ્યર્થ વાતોમાં સમય ગુમાવશે
નથી એને જગ સાથે કોઈ લેવા-દેવા, તોયે જગને એની સાથે લેવા-દેવા તો રહેશે
પહોંચવું હશે સમયસર મંઝિલે જેણે, સમયસર જાગ્યા વિના તો ના ચાલશે
ના પાછું વળી જોશે એ તો કદી, ના કદી એ રોકાશે, એ તો ચાલ્યોને ચાલ્યો જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)