મેળવી મેળવી જીવનમાં મેળવ્યું ઘણું, તોયે જીવનમાં એમાં જો શાંતિ ના થાય,
જીવનમાં એવું મેળવ્યું તોયે શું, ના મેળવ્યું તોયે શું
જીવનમાં માર ખાઈ ખાઈને પણ, જીવનમાં જો સાચી સમજણ ના આવી,
જીવનમાં એવા માર ખાધા તોયે શું, ના ખાધા તોયે શું
ઇચ્છાઓ ને ઇચ્છાઓ તો જાગીને જાગી, દુઃખ દર્દ એમાં એ તો લાવે,
એવી ઇચ્છાઓ જાગી તોયે શું ના જાગી તોયે શું
ફેરવી નજર ચારે દિશામાં, જોવું હતું જે નજરમાં જો એ ના આવે,
એવી નજર ફેરવી તોયે શું, ના ફેરવી તોયે શું
મળી મળી સગાંસબંધીઓની લંગાર, જીવનમાં તો એ તો મળી, અણી વખતે મોં ફેરવી જો એ બેઠી, એવી લંગાર મળી તોયે શું, ના મળી તોયે શું
ભક્તિભાવની હૈયાંમાં જો કૂંપળો ફૂટી, લોભલાલચની સરવાણી એમાં જો ભળી,
એવી ભક્તિ જીવનમાં જાગી તોયે શું, ના જાગી તોયે શું
જ્ઞાનને જ્ઞાનની સીમા પાર કરી જીવનમાં, તોયે એમાં શંકાની સીમા પાર ના કરી,
એવા જ્ઞાનની સીમા પાર કરી તોયે શું, ના પાર કરી તોયે શું
ત્યાગની ભાવના જાગી, ઘણું દીધું એમાં ત્યાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)