સંભાળીને, સમજીને, વિચારીને કાઢજે, શબ્દો જીવનમાં તો તું તારા
છે આધાર એ તો જીવનમાં, સંબંધોના એના ઉપર તો તારા
એક શબ્દ એવો, સંબંધો જીવનમાં તોડશે, એક શબ્દ એવો સંબંધો જીવનનાં એ જોડશે
બાંધ્યા હશે સંબંધો, હશે સંબંધો ભલે પૂરા, એક શબ્દ એવો, પાણી એના પર ફેરવી જાશે
ભાવભર્યો એવો એક શબ્દ તારો જીવનમાં, નજદીકતાની નજદીકતા એ આપી જાશે
આધારશીલા તો છે શબ્દો તો જીવનમાં, સંબંધોનું ચણતર એના ઉપર તો થાશે
એક એક શબ્દો તારા એવા કદી, હૈયું કોઈનું એવું વીંધી એ તો જાશે
લાખ શબ્દોની મલમપટ્ટી કરીશ ભલે તું એમાં, કામ ના ત્યારે એ તો લાગશે
સુખદુઃખના તાંતણા ઊભા એ કરી જાશે, કારણભૂત એમાં એ તો બની જાશે
શબ્દેશબ્દ રમત રમતા જાશે હૈયાંના ભાવો સાથે, રમત એ તો રમતાને રમતા રહેશે
નજાકતતા પણ છે એ તો એમાં, કઠોરતા પણ છે એમાં, ઉપયોગ સમજીને કરવો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)