મતવાલો, મતવાલો રે, મતવાલો, મતવાલો રે
મતવાલો બનવા ને રહેવા દેજે રે પ્રભુ, તારા પ્યારમાં મતવાલો રે
મારા હૈયાંમાંથી રે પ્રભુ, મારા હૈયાંમાંથી બધા અવગુણો કાઢો રે
દઈ માનવજીવન મને, બન્યો ઉપકારી તું, કિંમત જીવનની સમજાવીને રે
છે હૈયે ભરેલા મૂંઝારાનો ભારો, હટીને હૈયેથી બધા મારા મૂંઝારાઓ રે
મળ્યો હોય ભલે મને તારા પ્રેમનો રે પ્યાલો, કરો હવે અનેકઘણો એમાં વધારો રે
ભૂલું હું ભાન જગનું ને મારું, તમારા પ્રેમનો પ્યાલો મને એવો પાઈને રે
જીવનમાં બધા ઉકળાયે શમાવીને રે, પ્રભુ મારા હૈયાંમાં રે
તારા નામનો પ્યાલો મને એવો પીવરાવીને પ્રભુ, મને એમાં મસ્ત બનાવો રે
મારા અંગેઅંગમાંથી રે પ્રભુ, તારા ભાવની મસ્તી એવી પ્રગટાવીને રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)