આંસુઓ વહાવી ના જીવનમાં તો કાંઈ વળશે, પુરુષાર્થ વિના ફળ, જીવનમાં ના મળશે
રાખતો ના ભાગ્ય પર આશા તું એટલી, જરૂરી પુરુષાર્થ કરાવ્યા વિના ના એ તો રહેશે
પુરુષાર્થ વિના જીવન પાંગળું તો રહેશે, પુરુષાર્થને જીવનની તો આધારશીલા બની રહેશે
પુરુષાર્થને પુરુષાર્થ તો જીવનમાં, ધારા પ્રગતિની, જીવનમાં વહાવી એ તો દેશે
સફળતાની ચાવી તો છે પુરુષાર્થ પાસે, પુરુષાર્થથી એની પાસેથી તું મેળવી લેજે
બન્યા અમર નામ તો જેના જીવનમાં, પુરુષાર્થ વિના ના અમર એ તો રહેશે
પુરુષાર્થને જીવનમાં તો સદા, જીવનમાં તો દિશા, દેવીને દેવી એને તો પડશે
યોગ્ય પુરુષાર્થ વિના જીવન તો આળસું રહેશે, જીવન તો ના શોભી એમાં ઊઠશે
પુરષાર્થી તો પહાડ હટાવી શકશે, ધારા ગંગાની જગતમાં એ ધરતી પર વહાવી શકશે
પુરુષાર્થ વિનાના જીવનમાં તો, એના જીવનમાં તો દુઃખ વિના બીજું ના પાંગરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)