જાઉં હું તો જાઉં ક્યાં, જાઉં હું તો જાઉં ક્યાં
એજ ઇચ્છાઓ ભરી ભરીને, એજ મોહના આંજણ આંજીને નયનોએ
બદલાયું વાતાવરણ ભલે, નામ બદલાયા, ભલે સ્થાન સાથે એના એજ પાત્ર લઈ લઈને
બદલાઈ ના જ્યાં સમજદારી, જાઉં હું તો જ્યાં ને ત્યાં, એજ સમજદારી લઈ લઈને
રહ્યાં એના એજ વિચારો, બદલ્યા વિનાના સાથેને સાથે લઈ લઈને
અવગુણોને અવગુણોના, એના એજ ભંડારો તો ભરી ભરીને
છેતરી મેં ઘણી મારી જાતને, રહ્યો છેતરતોને છેતરતો મારી જાતને
દુઃખ દર્દને નામ, દીધા મેં તો જુદાને જુદા, બદલી ના શક્યો એમાં એની જાતને
અટકી ના આશાઓ, આવી એ સાથેને સાથે, રૂપો નવા ધરી ધરીને
આવી એની એજ વૃત્તિઓ સાથે, ભુલાવી મને, એની છેતરામણી ચાલને
વ્યાપક છે પ્રભુ તું તો બધે, જાઉં હવે બીજે ક્યાં, આ વ્યાપક અનુભવ લઈને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)