બની ગઈ જ્યાં એ તો હકીકત, હવે એને તો સ્વીકારવી પડશે
આંખ આડા કાન કરીને જીવનમાં, ના કાંઈ હવે એમાં તો ચાલશે
કરી કોશિશો રોકવા ઘણી તો એને, ના જ્યાં એને શક્યા તો રોકી
બની ગઈ જીવનમાં હવે એ તો હકીકત, મને કે કમને, હવે એને સ્વીકારવી પડશે
ગયા ક્યાંય પણ તો રાહ ચૂકી, જીવનમાં ના શક્યા એને તો અટકાવી
કરી અફસોસ સતત હવે તો એનો, ના કાંઈ હવે એમાં તો વળશે
દુઃખી તો જ્યાં હતાં, સુખની શોધમાં ભમ્યા, શોધ સુખની ના ફળી
દુઃખની ધારા રહી જીવનમાં વહેતી, હકીકત જીવનમાં એ તો સ્વીકારવી પડશે
વાંધા વચકા કાઢીને હવે, ફાયદો કાંઈ, ના હવે એમાં તો મળશે
હકીકત બની ગઈ હવે જવાબદારી, સમજદારીથી નિભાવવી હવે એને તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)