ઓળખાણ વિનાની ઓળખાણ થઈ (2)
એ હસ્યા, હું હસ્યો, શરૂઆતની શરૂઆત તો આવી થઈ
વસી ગયું એ હાસ્ય જ્યાં હૈયાંમાં, આનંદની લહેરી હૈયે વ્યાપી ગઈ
ઉદ્દેશ વિનાની મુલાકાત, આવી મીઠી સમાપ્તિ થઈ
એ હાસ્યની લહેરી હૈયાંમાં જ્યાં છવાઈ ગઈ, હૈયાંમાં તડપન વધારી ગઈ
એ હાસ્યભર્યું મુખડું, યાદ એની અપાવતી રહી, નજીક્તા એ સ્થાપી ગઈ
મુલાકાત વિનાની મુલાકાતની, વિચારોને સ્વપ્નામાં તો આપ લે થઈ
ખેંચાણને ખેંચાણના અદૃશ્ય તાંતણા, એમાં તો એ બાંધતી ગઈ
હર શ્વાસે શ્વાસે, હર રોમેરોમે, મુલાકાત તો જ્યાં એ વ્યાપી ગઈ
વ્યક્તિ તો દૂરને દૂર રહેવા છતાં પણ નજીકતા એની તો આપી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)