હૈયેથી, પ્રેમથી પુકારું છું તમને રે માત, આવી સદા વસજો હૈયે મારા ઓ માત
કંઈક ઉછાળા ઊછળી રહ્યાં છે રે માત, કરજો શાંતિ એને, શરણે આવ્યો છું તમારા રે માત
નથી કોઈ શક્તિ કે બુદ્ધિ પાસે મારામાં, છે કાંઈ પાસે જે, દીધેલું છે એ તમારું રે માત
સમજી ના શકું સાચું કે ખોટું જગમાં રે માત, સાચવી લેજો મને, શરણે આવ્યો છું તમારી રે માત
નાચ્યો, કૂદ્યો, ખેલ્યો જગમાં રે માત, ત્રાસ્યો છું જગમાં હવે તો હું કર્મથી રે માત
સમજણ વિનાનું જીવન જીવ્યો છું રે માત, સાચી સમજણ હવે આપ, શરણે આવ્યો છું તમારી રે માત
રડાવ્યા કંઈકને જીવનમાં મેં તો માત, રડાવી રહ્યું છે ભાગ્ય, આજ મને રે માત
કરાવજે સાચો પુરુષાર્થ મને રે માત, પામી શકું ફળ સાચું, શરણે આવ્યો છું તમારી રે માત
દુઃખ દર્દના ગાણા ગાવા કેટલા રે માત, થાય ના પસાર દિન ખાલી, એના વિના રે માત
અટકાવી દો હવે આવું રે જીવનમાં રે માત, શરણે રાખજો મને, શરણે આવ્યો છું રે માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)