કરી છે જીવનમાં તો તેં, સવારથી સાંજ સુધી તો દોડધામ
લે પડી ગઈ છે હવે તો સાંજ, આવી ગઈ છે વેળા, લેવાની હવે આરામ
કર્યા સહન તો ખૂબ જીવનમાં, તડકો, છાંયડો અને વરસાદ
કરી કરી જીવનભર તો કામ, ચડી ગયો છે જીવનમાં એનો રે થાક
ભૂલવાને જીવનમાં તો ઘણું ઘણું, છે જરૂર જીવનમાં લેવાની આરામ
નથી હારજીત જીવનનો તો કાંઈ અંજામ, લેવો પડશે જીવનમાં હરવાતમાંથી આરામ
ઊગશે તાજગીભરી રે સવાર, હશે લીધો જો સમયસર સાચો રે આરામ
આરામ, આરામમાંને આરામમાં, વિતાવતો ના રે તું તારી સવાર ને સાંજ
પડયા છે જીવનમાં જ્યાં તારી સામે અનેક પડકાર, સમજી વિચારીને કરજે આરામ
કર્મમય આ જગમાં તો કરીને કરવી પડશે, સહુએ સદા તો દોડધામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)