વિશ્વભરની ભલે મળી જાય દૃષ્ટિ મને રે પ્રભુ, તોયે પૂરા તને નીરખી શકીએ નહીં
વિશ્વભરનો શબ્દકોષ મળી જાય મને રે પ્રભુ, ગુણગાન તારા ગાઈ શકાય નહીં
વિશ્વભરનું અજવાળું કરું રે ભેગું રે પ્રભુ, તોયે તારા પ્રકાશને એ પહોંચી શકે નહીં
વિશ્વભરની કરીએ શક્તિ ભલે રે ભેગી, પ્રભુ તોયે તારી શક્તિની બરાબરી કરી શકે નહીં
વિશ્વભરના પ્રેમને કરું જીવનમાં ભેગું રે પ્રભુ, તારા પ્રેમની બરાબરી થઈ શકે નહીં
વિશ્વભરની ગતિને કરું ભેગી રે પ્રભુ, તારી ગતિને તોય એ પહોંચી શકે નહીં
વિશ્વભરની ઊંચાઇને મૂકું ભલે હું સાથે રે પ્રભુ, તારી ઊંચાઇને એ પહોંચી શકે નહીં
વિશ્વભરના વજનને કરું હું ભેગું રે પ્રભુ, તારા વજનની બરાબરી કરી શકે નહીં
વિશ્વભરની કરુણાથી ભરું હૈયું રે મારું, તોયે કરુણાની બરબરી એ કરી શકે નહીં
વિશ્વભરના આનંદને ભરું હૈયાંમાં રે પ્રભુ, તારા આનંદની બરાબરી એ કરી શકે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)