કેમ વીત્યું, ને શું વીત્યું, કેમ વીત્યું, ને શું વીત્યું
પૂછશો ના કોઈ મને, પ્રભુદર્શન વિના દિન કેમ વીત્યો, હૈયાં ઉપર શું વીત્યું
દિવસ ઊગ્યો ને આથમ્યો, પ્રભુદર્શન વિના કેમ વીત્યો, હૈયાં ઉપર શું વીત્યું
પ્રભુદર્શનની આશા સાથે દિન ઊગ્યો, એના દર્શનની નિરાશામાં વીત્યો, હૈયાં ઉપર શું વીત્યું
આજકાલ કરતા, વર્ષો ગયાં વીતી, મનુષ્ય જન્મ વીતતો ગયો, આયુષ્ય વીતી રહ્યું
આશાઓ ને નિરાશાઓ જીવનમાં તો, આમને આમ હૈયાંને તો તાણતુંને તાણતું રહ્યું
ઉમંગભરી આશાઓ જીવનમાં દીપ પ્રગટાવી, નિરાશાઓની સાંજમાં એને પલટાવી રહ્યું
દિન તો માયામાં ને માયામાં આમ વીતતો રહ્યો, દર્દ હૈયાંમાં તો એનું વધતું રહ્યું
ચિંતા વિનાનો તો ના કોઈ દિવસ ઊગ્યો, હૈયું તો એનાથી ઘેરાતુંને ઘેરાતું રહ્યું
સ્વભાવના પરિવર્તનમાં દિન પસાર થાતો રહ્યો, હૈયું અસર એની તો ઝીલી રહ્યું
કર્મ વિનાનો તો ના કોઈ દીવસ વીત્યો, હૈયું તો એમાંને એમાં બંધાતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)