મરી જવાના વિચારો જીવનમાં, માનવને તો જીવતાં મારી નાંખે છે
કેમ સારી રીતે જીવન જીવવું જગમાં, એમાં એ તો ભૂલી જાય છે
મરવાના વિચારો તો જીવનમાં, શક્તિ હીનતાના દ્વાર સુધી પહોંચાડી જાય છે
જીવનની લાક્ષણિક્તાને જીવનનું માધુર્ય, એમાં તો એ રોળાઈ જાય છે
ડૂબી રહ્યાં જ્યાં એ વિચારોમાંને વિચારોમાં, તાજગીને એ હરી નાંખે છે
સુખ સમૃદ્ધિ ને સામર્થ્ય જીવનનું, એમાંને એમાં તો એ હણાતું જાય છે
દુઃખની ધારામાંને ધારામાં, જીવનને એમાં તો એ ડુબાડતું ને ડુબાડતું જાય છે
જીવનની ઉજળી પળોને, જીવનમાંથી એ તો ભૂસતું ને ભૂસતું જાય છે
જીવનમાંથી એના એ વિશ્વાસને, પોતામાંની શક્તિને એ ઠેસ પહોંચાડી જાય છે
જીવનના સત્ય ઉપર એમાં તો, કાળું ઘેરું વાદળ એ છવાતું જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)