ના હોંશમાં છું હું, ના બેહોશ છું હું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના કાર્યપ્રવીણ છું હું, ના બેકાર છું હું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના કાંઈ દુઃખી છું હું, ના કાંઈ સુખી કહી શકું છું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના પ્રેમને તો પાત્ર છું, ના પ્રેમથી વિમુખ છું હું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના પૂરાં ધ્યાનમાં તો છું, ના બેધ્યાન છું હું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના વખાણવા લાયક છું હું, ના વખોડવા લાયક છું હું જ્યાં મદહોશને મદહોશ છું હું
ના સ્વર્ગમાં તો છું હું, ના ધરતી પર રહું છું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના કોઈને કહી શકું છું, ના એ તો સહી શકું છું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના મહેરબાની ચાહું છું, ના મહેરબાનીથી રહી શકું છું, જ્યાં મદહોશને મદહોશ છું હું
ના જીવનમાં સ્થિર રહું છું, ના અસ્થિર તો બન્યો છું, જ્યાં મદહોશને મદહોશ છું હું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)