અમે ક્યાં કહ્યું કે પ્રભુ તું નથી (2)
દુઃખ દર્દના શસ્ત્રો રે તારા, રહ્યાં છે સદા અપાવતા તો એ યાદો તારી
હે સર્વશક્તિમાન પ્રભુ, તારી શક્તિ વિના જગમાં બીજું કાંઈ નથી
તારા કર્મના શસ્ત્ર આગળ, લાચાર બન્યા વિના અમે તો રહ્યાં નથી
સુખ સમૃદ્ધિમાં સદા રહ્યાં અમે તને વીસરી, તારા શસ્ત્રોએ અપાવી સદા યાદ તારી
સાથને સાથીદારો વિના ચાલશે જગમાં, તારા વિના તો ચાલવાનું નથી
છે જગ તો તારા થકી, એ તો તારા અસ્તિત્વની પહેલી સાબિતી
પહોંચીએ જગને ભલે રે છેડે, એ છેડો પણ તારા વિના તો ખાલી નથી
હૈયું તો છે તારુંને તારું, ચાહું ના ચાહું, તારા વિના એ ખાલી રહેવાનું નથી
સમજદારી તો છે દેણગી તારી, તારી આજ્ઞા વિના તને સમજી શકવાના નથી
બની મદોન્મત અમે, સ્વીકારીએ ભલે, ના તો હસ્તી તારી કાંઈ હટતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)