જે થયું છે એ તો થઈ રહ્યું, છે ના બધું એ તો યોગ્ય થયું છે
કારણ વિના કાંઈ ના બન્યું, કદી કારણ જડયું, કદી તો ના જડયું છે
કદી મસ્તીભર્યું એ રહ્યું છે, કદી ઉદ્વેગના પૂર એ તો સરજી ગયું છે
કદી વિચારોના અટપટા પાટા ખેલી, ઓઝલ એ તો થઈ ગયું છે
કદી વાતોના સૂરો રૂપે આવીને બહાર, ક્યાંય પાછું ખોવાઈ ગયું છે
કદી મૃતપ્રાય બનીને જીવનમાં, પાછું પુનઃજીવન એ જીવનમાં થયું છે
કદી હસતા મુખે સ્વીકાર્યું એને, કદી અણગમતું આવકારવું એને પડયું છે
કદી અલ્પને અલ્પ તો બની, કદી વિશાળને વિશાળ એ તો રહ્યું છે
નથી કાંઈ શાશ્વત તો એ, શાશ્વતનો આભાસ્ એ દેતું તો રહ્યું છે
વાસ્તવિક્તા બની વાસ્તવિક્તા, ના કાંઈ બીજું એમાં તો બન્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)