દુનિયાના દરબારમાં તો કોઈ સાચું નથી, તો કોઈ ખોટું નથી
સહી સહી સમયના ઘસરકા જીવનમાં, બંને બદલાયા વિના રહેતા નથી
લાગ્યું સાચું જેને જે દૃષ્ટિથી, એ દૃષ્ટિ વિના સાચું એ લાગવાનું નથી
ગોતશો ના કારણ સાચા ખોટાના, કારણો બંને, મળ્યા વિના રહેવાના નથી
સાચા ખોટા કરશે અંતર ઊભા ઊભા જો દિલમાં, મૂંઝવણ વિના, બીજું મળવાનું નથી
રહી સદા વેડફીશ ધીરજ જો તારી, સાચા ખોટાની દ્વિધામાં તારું કાંઈ વળવાનું નથી
કરે નુક્સાન તને કે અન્યને, ખોટું ગણ્યા વિના એને તો કાંઈ રહેવાનું નથી
સાચું તો ચમકાવે જીવનને તો હૈયાંમાં, સાચું જીવનમાં પ્રકાશ પાથર્યા વિના રહેતું નથી
સાચાખોટાના સમૂહ વચ્ચે, વીતશે જીવન તારું, જીવન એમાં વીત્યા વિના રહેવાનું નથી
જગ સાચું નથી, જગ ખોટું નથી, દુનિયાના દરબારમાં, કાંઈ સાચું નથી, કાંઈ ખોટું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)