રહી છે સુખદુઃખની સરી જતી રેતી પરથી પસાર, કેડી તો મારા જીવનની
સમયના વાયરા રહ્યાં છે, ભૂંસતાને ભૂંસતા તો સદા રે એને
રહી જાય છે તોયે જીવનમાં, એની તો કંઈક નિશાની
જોઈ જોઈને એ નિશાની આવી જાય છે, યાદ જીવનમાં તો એની
ભૂલવી છે જીવનમાં જ્યાં યાદ એમાં, જગાવી જાય છે એ યાદની કેડી
કદી કદી સમયભી નથી ભૂંસી શક્યો એ યાદની નિશાની
રહી છે બદલાતી જીવનમાં સદા સુખદુઃખની, જીવનમાં તો કેડી
બની જાય છે મુશ્કેલ જીવનમાં, ગોતવી ત્યારે તો એની રે કેડી
કેડી એ બંનેની છે એવી સંકળાયેલી, મુશ્કેલ બને પાડવી એને છૂટી
ચાલવુંને ચાલવું પડશે જીવનમાં તો સહુએ જગમાં આ બંને કેડી પરથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)