કરી કરી ખોટી શંકાઓ, ઊભી હૈયાંમાં રે જીવનમાં
શાંતિ ઝંખતા તારા હૈયાંને, શાને અશાંત કરી રહ્યો છે
ઇચ્છાઓનો આવે ના અંત કદી, જગાવી ખોટી ઇચ્છાઓ હૈયાંમાં
ખોટી સમજણમાં રાચી રાચીને, સાચી સમજણની કરીને અવજ્ઞા
લોભલાલચમાં વળશે ના કાંઈ જીવનમાં, તણાઈ તણાઈને રે એમાં
સુખદુઃખ તો છે વાસ્તવિક્તા જીવનની, ભૂલીને એ તો જીવનમાં
ક્રોધને ઇર્ષ્યાની આગ જલાવી જીવનમાં, હૈયાંને બાળીને રે એમાં
માન્યો ના સંતોષ, મળ્યું તને જેમાં, રાખી જલતું હૈયાંને અસંતોષમાં
કાલ્પનિક ડરોને જગાવી જગાવી જીવનમાં, રાખી ફફડતું હૈયાંને રે એમાં
ચિંતા વિનાની ચિંતાઓ કરી કરી જીવનમાં, રાખી હૈયાંને ડૂબેલું એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)