તને કોણ જિવાડી જાશે રે, તને તો શું જિવાડી જાશે
બેસી ના રહેતો એવું સમજીને જીવનમાં, થવાનું હશે જે એ તો થાશે
રક્તવિહીન છે રક્ત તો તારું, તારામાં રક્તનું સંચાર કોણ કરી જાશે
તારા વેરી ને તારા પ્રેમી તો, જીવનમાં સદા યાદ તને તો કરતા જાશે
સાચા ખોટાની સરવાણીમાં, જીવન તારું તો વહેતુંને વહેતું જાશે
માયામાંથી આંખ જરા જ્યાં તું પટપટાવીશ, સમય ઘણો એમાં વીતી જાશે
સમજણ જાગશે, સમજણ ટકશે, રાહ ક્યાં સુધી એની તો જોવાશે
કરવું પડશે, વિતાવવું જીવન મૂરખ બનીને, કે કરતા યત્નો ભલે હારી જવાશે
મારું મારું કરી મેળવતો જીવનમાં જાશે, શું એ બધું તને જિવાડી જાશે
આશા નિરાશાના પ્યાલા જીવનમાં પીવા પડશે, જીવનનું એમાં તો શું થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)