શું લખ્યું છે, શું નહી તારા ભાગ્યમાં, જ્યાં એ તો તું જાણતો નથી
ડરે છે શાને રે જીવનમાં તું ત્યાં તો, તારા ભાગ્યથી, તારા ભાગ્યથી
દીધું છે મનડું, તનડું, બુદ્ધિને હૈયું, પ્રભુએ તને તો જ્યાં એ પ્રેમથી
દીધું દીધું આ બધું ઘણું ઘણું, કર્યો ના ઉપયોગ તેં તો એના વિવેકથી
દીધું આ બધું પ્રભુએ તને પ્રેમથી, બન્યો ના શાને ભાગ્યવિધાતા તારો પુરુષાર્થથી
મૂંઝાઈ મૂંઝાઈ રહીશ તું જીવનમાં એમાં જ્યાં, ડરતોને ડરતો રહીશ તું તારા ભાગ્યથી
આગળ પાછળ સાથે છે કર્મો તારા, જાવા ના દેતો તારા કર્મોને તારા અંકુશમાંથી
છે લેવા-દેવા જીવનમાં તો તારેને તારે, તારાને તારા કર્મોથી ને કર્મોથી
મૂકી દીધી આશા શાને, છટકવા દીધા કર્મોને શાને, ડરવું પડે છે તારે તારા ભાગ્યથી
જીવવું છે આ વિશ્વમાં તારે, કર્યા કર્મો વિશ્વમાં તે, વળશે શું બીજા વિશ્વનો વિચાર કરવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)