તારી ને મારી પહેચાન રે પ્રભુ, એ તો કાંઈ અકસ્માત નથી
થઈ છે પહેચાન તો જ્યાં, મજબૂત બનાવ્યા વિના એને હું રહેવાનો નથી
જૂનીને જૂની યાદો રે આપણી, થાશે હવે એ તાજી, બળ પૂર્યા વિના એ રહેવાનું નથી
કર્યા ના દાવા તેં તો કોઈ પ્રભુ, કસોટી અમારી તોયે તું લીધા વિના રહ્યો નથી
નકાર્યા ભલે અમે જીવનમાં તો તને, તેં તો અમને કદી નકાર્યા નથી
નજર માંડી શક્યા નથી અમે તારી સામે, નજર અમારા ઉપરથી તો તેં હટાવી નથી
તારી ને મારી પહેચાન વચ્ચે, મારાને મારા કર્મો, દીવાલ બન્યા વિના તો રહ્યાં નથી
કર્મોએ કરાવી પહેચાન તારી, કર્મો દીધા વીસરાવી, કર્મોને વચ્ચે આવવા દેવા નથી
સંબંધો તો છે આપણા, સંબંધો રહેવાના, સંબંધોને ઊંડી આંચ આવવા દેવાની નથી
વીસરીશ ના તને તો હું, વીસરતો ના મને તો તું, પહેચાન મજબૂત કર્યા વિના રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)