Hymn No. 6281 | Date: 18-Jun-1996
|
|
Text Size |
 |
 |
1996-06-18
1996-06-18
1996-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12270
મિજાજ તારો કેમ હાથમાંથી જાય, મિજાજ તારો કેમ કાબૂમાં ના રાખી શકાય
મિજાજ તારો કેમ હાથમાંથી જાય, મિજાજ તારો કેમ કાબૂમાં ના રાખી શકાય ધાર્યું બધું જગમાં તો કોઈનું ના થાય, મિજાજ કેમ કાબૂ બહાર તો ચાલ્યો જાય જીવનની દિશાનો કર્યો ના કદી વિચાર, સાચું ખોટું ક્યાંથી ત્યાં તો સમજાય જીવનમાં ફળ ધાર્યા જ્યાં ના પમાય, મિજાજ તારો કાબૂ બહાર કેમ ચાલ્યો જાય મિજાજ તો છે ઓળખ તારી, વારેવારે ના ગુમાવાય છે એ જવાબદારી, જોજે એ અદા થાય, રાખજે ના તેજ જીવનમાં એમાં તું એટલું, તારી પાસે આવતા તો સહુ અચકાય અંતરનું તો જ્યાં અંતરમાં રહી જાય, ના બહાર એ કઢાય, ના એ દાબી શકાય મિજાજમાં ભરતો ના તું એટલો અગ્નિ, સહુ એનાથી તો દાઝતાંને દાઝતાં જાય બરછટતા જાશે આવી તારી ભાષામાં, નિખાલસતાના દર્શન દુર્લભ ત્યાં બની જાય રાખજે ધ્યાન પૂરું તું એના ઉપર, જીવનમાં જોજે, તને ના એ તો તાણી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mijaja taaro kem hathamanthi jaya, mijaja taaro kem kabu maa na rakhi shakaya
dharyu badhu jag maa to koinu na thaya, mijaja kem kabu bahaar to chalyo jaay
jivanani dishano karyo na kadi vichara, saachu khotum kyaa thi tya to samjaay
jivanamam phal dharya jya na pamaya, mijaja taaro kabu bahaar kem chalyo jaay
mijaja to che olakha tari, varevare na gumavaya che e javabadari, joje e ada thaya,
rakhaje na tej jivanamam ema tu etalum, taari paase aavata to sahu achakaya
antaranum to jya antar maa rahi jaya, na bahaar e kadhaya, na e dabi shakaya
mijajamam bharato na tu etalo agni, sahu enathi to dajatanne dajatam jaay
barachhatata jaashe aavi taari bhashamam, nikhalasatana darshan durlabha tya bani jaay
rakhaje dhyaan puru tu ena upara, jivanamam joje, taane na e to tani jaay
|