નાક વિના રે નથડી શા કામની (2)
કપાયું નાક જીવનમાં જ્યાં, નથડી શોભા નથી દેવાના
કાપડ વિનાના તંબુ તાણ્યા, નથી કોઈ રાહત એ તો દેવાની
જળ વિનાની વાવડી નકામી, પ્યાસાની પ્યાસ નથી બુઝાવી શકવાની
ધાર વિનાની છરી શા કામની, નથી કાંઈ એ તો કાપી શકવાની
ધ્યેય વિનાની જિંદગી શા કામની, શ્વાસેશ્વાસ વીના બીજું ના કંઈ કરવાની
મુસીબત વિના નથી કાંઈ જિંદગી, તૂટી જાય અધવચ્ચે, એવી હિંમત શા કામની
સાજનમાજન સાથે કાઢયો વરઘોડો, પણ વર વિનાની તો જાન નકામી
આંધળા સામે કરો ઇશારા ઘણા, આંખ વિના ઇશારા નથી જોઈ શકવાના
સુંદરતા મળી હોય ભલે કુદરતની, હૈયાંની મીઠાશ વિના સુંદરતા શા કામની
ફળ હોય ભલે મોટા, પણ ખાતર અને મહેનત વિના મીઠાશ નથી આવવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)