હાસ્ય વેરતું હસતું મુખડું જોઈને તારું પ્રભુ, હૈયું મારું હર્ષથી છલકાઈ જાય
અમી વર્ષા વરસાવતી જોઈને આંખડી તારી રે પ્રભુ, હૈયું મારું હર્ષથી હરખાઈ જાય
મંદ મંદ મુશ્કરાતા જોઈને હોઠો તારા રે પ્રભુ, હૈયું મારું હેતથી તો ઊભરાઈ જાય
ધીરે ધીરે ઊઠતા ભેટવા જોઈને હસ્ત તારા રે પ્રભુ, હૈયું મારું હાથમાં ના રાખી શકાય
તારા હૈયેથી વહેતું અમૂલ્ય તેજ જોઈને તારું રે પ્રભુ, હૈયું મારું આનંદથી છલકાઈ જાય
મુખ પરથી ઊઠતો નિર્મળ પ્રવાહ જોઈને તારો રે પ્રભુ, હૈયું મારું આનંદમાં તો નહાતું જાય
ભાવથી છલકાતું મુખડું તારું જોઈને રે પ્રભુ, હૈયું મારું ભાવથી હિલોળા લેતું જાય
તારા હૈયાંમાં યાદો મારી છલકાતી જોઈને રે પ્રભુ, હૈયું મારું તારી યાદોમાં ખોવાઈ જાય
દિવ્ય સુગંધ પ્રસરતાં દિલમાં તારી રે પ્રભુ, હૈયું મારું સાનભાન ભૂલી જાય
તારી દિવ્ય વાણી સાંભળતાં રે પ્રભુ, હૈયું મારું હાથમાં રાખી ના શકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)