Hymn No. 6297 | Date: 03-Jul-1996
|
|
Text Size |
 |
 |
1996-07-03
1996-07-03
1996-07-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12286
જમાનો તો કેવો ખરાબ છે, જમાનો તો કેવો ખરાબ છે
જમાનો તો કેવો ખરાબ છે, જમાનો તો કેવો ખરાબ છે મૂક્યો હોય વિશ્વાસ તો જ્યાં, મળે અવિશ્વાસનો માર તો ત્યાં માંડી હોય મીટ જેના પર આશાની, નિરાશા તો ત્યાંથી મળતી જાય માંડી હોય નજર મદદની જેના ઉપર, એજ તો જ્યાં પાણીમાં બેસી જાય નહાવું છે પ્રેમમાં જેના સદાય, પ્રેમ મળતો ત્યાંથી તો અટકી જાય મેળવવું છે જ્ઞાન જેની પાસેથી જ્યાં, અજ્ઞાન ત્યાં ડોકિયાં કરતું જાય દોડીએ બાંધવા સંબંધ જેની સાથે, આપણાથી એ દૂરને દૂર ભાગતો જાય જેને સમજીએ, પ્રભુ જેવા ગણીને, પૈસાને એ તો પૂજતાને પૂજતા જાય ગુણવાન સમજીને તો જેને પૂજિયે, અવગુણોમાં ડૂબેલો એ તો દેખાય ધીર ગંભીર ગણી દોડીએ લેવા સલાહ, એજ સલાહને પાત્ર તો દેખાય ચાહીએ અને ગણીએ જેને પોતાના, એજ તો જીવનમાં તો લાતો મારતા જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jamano to kevo kharaba chhe, jamano to kevo kharaba che
mukyo hoy vishvas to jyam, male avishvasano maara to tya
mandi hoy mita jena paar ashani, nirash to tyathi malati jaay
mandi hoy najar madadani jena upara, ej to jya panimam besi jaay
nahavum che prem maa jena sadaya, prem malato tyathi to ataki jaay
melavavum che jnaan jeni pasethi jyam, ajnan tya dokiya kartu jaay
dodie bandhava sambandha jeni sathe, apanathi e durane dur bhagato jaay
jene samajie, prabhu jeva ganine, paisane e to pujatane pujta jaay
gunavana samajine to jene pujiye, avagunomam dubelo e to dekhaay
dhir gambhir gani dodie leva salaha, ej salahane patra to dekhaay
chahie ane ganie jene potana, ej to jivanamam to lato marata jaay
|
|