નવો એકડો, નવી ગિલ્લી ને નવો દાવ, શરૂઆતથી તો શરૂ એની થાય
કર્યો ખતમ એકવાર જ્યાં એક દાવ, નવા દાવની શરૂઆત તો શરૂથી થાય
ઘૂંટવા પડશે કંઈક એકડા, નવા કંઈકવાર, રહેજે શરૂથી શરૂ કરવા તૈયાર
ઘૂંટવા પડશે કંઈક એકડા તો વારંવાર, કરતો ના આળસ એમાં તું જરાય
ઘૂંટતા એકડાથી જીવનમાં નવ નવ, શૂન્ય સુધી તો એમાંથી પહોંચાય
ઘૂંટતા એકડો પાકો થાય, ઘૂંટાતા એકડો, દ્વાર બીજાના એમાં ખૂલી જાય
એકથી નવ કર્યા તો જ્યાં પાકા, પ્રવેશ શૂન્ય જલદી ત્યાં તો મળી જાય
એકથી શૂન્ય સુધીના ચડઊતર પાકી કરી, સંખ્યા બધી તો એમાંથી થાય
છે આંક આ બધા તારા જીવનના, તારા જીવનથી નથી કાંઈ એ જુદા જવાય
આંકડાની સંખ્યા વધશે કે ઘટશે, આ આંકડા બહાર હશે ના એ ક્યાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)