ઝળકી ગયો, જાગી ગયો, વિચાર હૈયાંમાં જ્યાં આ, હલાવી ગયો મને એ અપાર
સાંભળ્યું નથી જીવનભર પ્રભુનું જ્યાં, સાંભળશે ક્યાંથી પ્રભુ મારી વાત
જીવનભર ખૂંઘ્યા લોભલાલચના ખાબોચિયા, નાહી ના શક્યો પ્રેમમાં જરાય
તૃષ્ણાઓની જાળમાં રહ્યો પગ નાંખતો, છોડી ના શક્યો જીવનમાં એની મધલાળ
નાચ્યો જીવનભર અહંના નાચમાં, સાંભળ્યો તો પ્રભુનો ને આત્માનો અવાજ
રહ્યો મશગૂલ કરવામાં જીવનમાં, ભેગું ને ભેગું, જાળવી ના શક્યો પ્રભુમાં વિશ્વાસ
ઓચિંતા આવી જાય પ્રભુ જીવનમાં, દઈશ એને રે શું જવાબ
કરી આળપંપાળ જીવનભર માયાની, અવગણ્યો સદા પ્રભુનો શાદ
સુખ સમૃદ્ધિમાં રહ્યો રચ્યોપચ્યો, કર્યા ના પ્રભુને એમાં યાદ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)