Hymn No. 6306 | Date: 09-Jul-1996
|
|
Text Size |
 |
 |
1996-07-09
1996-07-09
1996-07-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12295
માની શક્તો નથી, ધારી શક્તો નથી, છું અંશ હું પ્રભુનો, એ સમજાતું નથી
માની શક્તો નથી, ધારી શક્તો નથી, છું અંશ હું પ્રભુનો, એ સમજાતું નથી છું અવગુણોનો ભંડાર હું, અવગુણો જીવનમાં હું છોડી શક્તો નથી છું એક દીધેલો આકાર તો હું, છો પ્રભુ તમે તો નિરાકાર છું બંધનોથી તો બંધાયેલો હું, છો નિર્બંધ તમે તો પ્રભુ છું લોભ લાલચનો અવતાર તો હું, છો તમે નિર્લેપ નિરાકાર તો પ્રભુ છું મમત્વમાં તો ડૂબેલો હું, નથી કરી શક્તો એકરાર એનો તો હું છું અનેક વાતોમાં અધૂરો તો હું, છું દુઃખથી ભરેલો તો હું છું અનેક વાતોથી તો અજાણ્યો હું, છો પ્રભુ સર્વ વાતોમાં જાણકાર તો તું છું અંધકારમાં તો ડૂબેલો હું, છે પ્રકાશનો ભંડાર તો તું છું અસ્થિરતાનો અવતાર તો હું, છો અવિચલ સ્થિર તમે તો પ્રભુ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maani shakto nathi, dhari shakto nathi, chu ansha hu prabhuno, e samajatum nathi
chu avaguno no bhandar hum, avaguno jivanamam hu chhodi shakto nathi
chu ek didhelo akara to hum, chho prabhu tame to nirakaar
chu bandhanothi to bandhayelo hum, chho nirbandha tame to prabhu
chu lobh lalachano avatara to hum, chho tame nirlepa nirakaar to prabhu
chu mamatvamam to dubelo hum, nathi kari shakto ekaraar eno to hu
chu anek vaato maa adhuro to hum, chu duhkhathi bharelo to hu
chu anek vatothi to ajanyo hum, chho prabhu sarva vaato maa janakara to tu
chu andhakaar maa to dubelo hum, che prakashano bhandar to tu
chu asthiratano avatara to hum, chho avichal sthir tame to prabhu
|