Hymn No. 6308 | Date: 14-Jul-1996
|
|
Text Size |
 |
 |
1996-07-14
1996-07-14
1996-07-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12297
અકારણ સંસારમાં, મુજ પર હેતથી વાદળીઓ કેમ વરસતી જાય
અકારણ સંસારમાં, મુજ પર હેતથી વાદળીઓ કેમ વરસતી જાય અગ્નિ વરસાવતી આંખો, મુજ પર આજ શીતળતા કેમ એ દેતી જાય ગણું એને પુણ્યનો ઉદય કે ક્ષય પાપનો, કારણ એનું તો ના સમજાય દુઃખ દર્દ તો છે અંગ જીવનના, એના વિના તો જીવન ના કહેવાય અનેક રસો છે ભર્યા જીવનમાં, વહેશે ક્યારે કયો, ના એ તો સમજાય મળશે ના સ્વાદ બધા રસોનો જીવનમાં, ત્યાં તો જીવન અધૂરું રહી જાય એક જ સૂર્યમાંથી નીકળતો તાપ, જુદા જુદા સમયે તો જુદો વરતાય પાપપુણ્યની વાદળી જીવનમાં, જેમ ખસતી જાય, અનુભવ જુદા જુદા થાય અનુકૂળ રસ પીવાનો અનુભવવા, સહુ કોઈ જીવનમાં એ તો ચહાય ગોતશો કારણ, મળશે જુદા જુદા, કારણ સાચું એમાં તો કયું ગણાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
akarana sansaramam, mujh paar hetathi vadalio kem varasati jaay
agni varasavati ankho, mujh paar aaj shitalata kem e deti jaay
ganum ene punyano udaya ke kshaya papano, karana enu to na samjaay
dukh dard to che anga jivanana, ena veena to jivan na kahevaya
anek raso che bharya jivanamam, vaheshe kyare kayo, na e to samjaay
malashe na swadh badha rasono jivanamam, tya to jivan adhurum rahi jaay
ek j suryamanthi nikalato tapa, juda juda samaye to judo varataay
papapunyani vadali jivanamam, jem khasati jaya, anubhava juda juda thaay
anukula raas pivano anubhavava, sahu koi jivanamam e to chahaya
gotasho karana, malashe juda juda, karana saachu ema to kayum ganaya
|