1993-04-08
1993-04-08
1993-04-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=123
રાખી દેખરેખ જીવનભર તેં અમારી રે પ્રભુ, તને જીવનમાં અમે તો શું દીધું

દીધું તેં તો જીવનમાં અમને ઘણું ઘણું, માયા પાછળ દોડયા વિના અમે શું કર્યું
પ્રેમની ધારા તારી, રહે વહેતી રે જગમાં, ગોતી ઝેર જગમાંથી, હૈયાંમાં અમે એ તો ભર્યું
કરતાને કરતા રહ્યાં યત્નો, અમે રે જીવનમાં, તારી કૃપા વિના તો અમારું કાંઈ ના વળ્યું
પુરુષાર્થ વિના રહ્યાં અમે તો પાંગળા, આળસે જીવનમાં તો પુરુષાર્થનું પાણી હણી લીધું
સુખ સાચું શોધું રે જીવનમાં, ના મળ્યું જીવનમાં, દુઃખમાંથી પણ સુખ તો શોધવું પડયું
પ્રેમના મોતીની માળા, ચાહી પહેરવા રે જીવનમાં, એક એક મોતી એનું તો વિખરાઈ ગયું
પુણ્ય પ્રતાપે પ્રગટયા તેજ પુણ્યના જીવનમાં, આવરણ પાપનું એને તો ઢાંકી ગયું
યત્ને યત્ને, રહ્યાં વધતા આગળ જીવનમાં, નિષ્ફળતામાં મોતી સુખનું તૂટી ગયું
ધરવું હવે શું રે તને રે જીવનમાં રે પ્રભુ, દંભને દંભ ભરેલું જીવન મારું રહી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhī dēkharēkha jīvanabhara tēṁ amārī rē prabhu, tanē jīvanamāṁ amē tō śuṁ dīdhuṁ
dīdhuṁ tēṁ tō jīvanamāṁ amanē ghaṇuṁ ghaṇuṁ, māyā pāchala dōḍayā vinā amē śuṁ karyuṁ
prēmanī dhārā tārī, rahē vahētī rē jagamāṁ, gōtī jhēra jagamāṁthī, haiyāṁmāṁ amē ē tō bharyuṁ
karatānē karatā rahyāṁ yatnō, amē rē jīvanamāṁ, tārī kr̥pā vinā tō amāruṁ kāṁī nā valyuṁ
puruṣārtha vinā rahyāṁ amē tō pāṁgalā, ālasē jīvanamāṁ tō puruṣārthanuṁ pāṇī haṇī līdhuṁ
sukha sācuṁ śōdhuṁ rē jīvanamāṁ, nā malyuṁ jīvanamāṁ, duḥkhamāṁthī paṇa sukha tō śōdhavuṁ paḍayuṁ
prēmanā mōtīnī mālā, cāhī pahēravā rē jīvanamāṁ, ēka ēka mōtī ēnuṁ tō vikharāī gayuṁ
puṇya pratāpē pragaṭayā tēja puṇyanā jīvanamāṁ, āvaraṇa pāpanuṁ ēnē tō ḍhāṁkī gayuṁ
yatnē yatnē, rahyāṁ vadhatā āgala jīvanamāṁ, niṣphalatāmāṁ mōtī sukhanuṁ tūṭī gayuṁ
dharavuṁ havē śuṁ rē tanē rē jīvanamāṁ rē prabhu, daṁbhanē daṁbha bharēluṁ jīvana māruṁ rahī gayuṁ
|