સાંભળજો રે તમે, સાંભળજો રે તમે પ્રભુ, સાંભળજો રે મારી રે વાત
અંતર કોલાહલમાં છે દબાઈ ગઈ જે, મારા અંતરની રે એ તો વાત
કહેવી હતી ને કહેવી હતી, તમને તો જે મારા અંતરની રે એ તો વાત
ચાહું છું હું તો તમને, છૂટતી નથી હૈયેથી રે વાત, કહેવી છે આ વાત
કર્યા યત્નો ઘણા, છૂટવાને એમાંથી છે મારા યત્નોની રે, નિષ્ફળતાની વાત
જગથી છુપાવી છે, છે અંતરના ખૂણામાં તો કંઈક એની રે વાત
જગ એ જાણે તો હું શરમાઈ જાઉં, છુપાયેલી છે એવી તો કંઈક વાત
ખાલી કર્યા વિના ચડયો છે ભાર એનો હૈયે, ભરેલી છે એવી કંઈક વાત
કહેતાં કહેવી રહી ગઈ હતી, સંઘરાયેલી છે હૈયાંમાં એવી તો કંઈક વાત
પૂરી કહી શક્તો નથી, રહી છે વધતીને વધતી એવી તો કંઈક વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)