Hymn No. 6322 | Date: 23-Jul-1996
|
|
Text Size |
 |
 |
આજે દોડો, કાલે દોડો, પડશે જીવનમાં દોડવું તો જરૂર પડી જાશે પાછળ જીવનમાં, રાખીને ખ્યાલમાં જીવનમાં તો આ રહેવું પડશે જીવનમાં આગળને આગળ તો જ્યાં જરૂર ચાલશે નહીં રહેવું પાછળ જીવનમાં, પડશે ખંખેરવું આળસ જરૂર મંઝિલ હશે જીવનમાં જો લાંબી, સમય હશે પાસે જો ટૂંકો રાખી નજર સામે મંઝિલ, પહોંચવા એને, દોડવું પડશે તો જરૂર કંટાળાને પડશે દેવો દૂરવટો, પડશે ઉત્સાહથી દોડવું તો જરૂર તારી મંઝિલ કરવી પડશે પાર તારે, પડશે દોડવું તારે તો જરૂર દોડી દોડી થાકશો ભલે જીવનમાં, જિતવું છે જ્યાં, પડશે દોડવું જરૂર મેળવવું છે જે જીવનમાં, જરૂર છે જ્યાં એની, મેળવવા પડશે દોડવું જરૂર આજે કરશું કાલે કરશું, રહી ના જાય જીવનમાં, જોવા એ પડશે દોડવું જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|