Hymn No. 6327 | Date: 27-Jul-1996
|
|
Text Size |
 |
 |
નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર
Nathi Koi Maare To Tamari Saathe Ver, Vartavo Cho Shane Prabhu, Tame Aavo To Ker
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1996-07-27
1996-07-27
1996-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12316
નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર
નથી કોઈ મારે તો તમારી સાથે વેર, વર્તાવો છો શાને પ્રભુ, તમે આવો તો કેર હતું પાપપુણ્ય પાસે તો કેટલું, ના કાંઈ હું એ તો જાણું, કરાવી હતી તમે લીલાલહેર ચાહું છું રહે તમારી તો સદા મહેર, વર્તાવશો ના રે પ્રભુ, તમે આવો તો કેર હશું ભૂલોને ભૂલોમાં ડૂબેલાં તો અમે, નથી તોયે કાંઈ તમારી સાથે તો વેર નથી દૂર તો તમે, છો પાસે તો તમે, વરસાવો તમારી તમે હવે તો મહેર નાંખી અનેક ભક્તો ઉપર તમે તો નજર, નાંખો નજર એકવાર તો આણી પેર તમારી કૃપા વિના તો પ્રભુ, અમારા જીવનમાં તો પડવાનો નથી કાંઈ ફેર કરીએ કોશિશો અમે, સંપર્ક સાધવા તમારી સાથે, નથી કોઈ તમે તો કાંઈ ગેર વહેલું કે મોડું પડશે અમારે તમારી પાસે તો આવવું, આવવું પડશે તમારે ઘેર વર્તાવશો ના અમારા પર આવો તો કેર, ભર્યું નથી તમારા કાજે હૈયાંમાં તો ઝેર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi koi maare to tamaari saathe vera, vartavo chho shaane prabhu, tame aavo to kera
hatu papapunya paase to ketalum, na kai hu e to janum, karvi hati tame lilalahera
chahum chu rahe tamaari to saad mahera, vartavasho na re prabhu, tame aavo to kera
hashum bhulone bhulomam dubelam to ame, nathi toye kai tamaari saathe to ver
nathi dur to tame, chho paase to tame, varasavo tamaari tame have to mahera
nankhi anek bhakto upar tame to najara, nankho najar ekavara to ani pera
tamaari kripa veena to prabhu, amara jivanamam to padavano nathi kai phera
karie koshisho ame, samparka sadhava tamaari sathe, nathi koi tame to kai gera
vahelum ke modum padashe amare tamaari paase to avavum, aavavu padashe tamare ghera
vartavasho na amara paar aavo to kera, bharyu nathi tamara kaaje haiyammam to jera
|