Hymn No. 6332 | Date: 02-Aug-1996
|
|
Text Size |
 |
 |
શેની સાથે છે રે જોડાણ તારું, ખેંચશે તને ત્યાં તો એ તો, જોડાણ તારું જાવું હશે જ્યાં, જઈ ના શકીશ ત્યાં, ખેંચી જાશે ખેંચાણ તને, જોડાણનું તારું ડગલેડગલાં, બાંધી રાખશે, ખેંચાણ એને, ખેંચી જાશે તને તો એ ખેંચાણ તારું યત્નોને યત્નો માંગશે આકરા તારા, એમાંથી તો છૂટવાના, માંગશે એનું મંડાણ તારું મન જોડાશે જો ખેંચાણમાં, બની જઈશ લાચાર એમાં, જાશે વધી એમાં, ખેંચાણ તારું હશે જે દિશામાં મન તો તારું, હશે દિશા એ જો ખેંચાણની, કરાવશે પ્રગતિ ખેંચાણ તારું રહી ના શકીશ તું ખેંચાણ વિના, ખેંચાણ થાશે કોઈથી, ખેંચશે એમાં ખેંચાણ તારું અનેક ખેંચાણો હશે જો જીવનમાં, રહેવા ના દેશે સ્થિર તને, એમાં તો ખેંચાણ તારું જાગશે જ્યાં ખેંચાણ સાચું તો પ્રભુ, છૂટી જાશે દોર, બીજા ખેંચાણોમાંથી તો તારું રહેતા રહેતા જાગતું જાશે ખેંચાણ પ્રભુનું, હશે જીવનમાં તારા, એ સાચું ખેંચાણ તારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|