Hymn No. 6333 | Date: 02-Aug-1996
|
|
Text Size |
 |
 |
ધામ, પ્રભુનું તો, તારાથી કાંઈ દૂર નથી (2) વેડફતો ના સમય, જ્યાં ને ત્યાં, ફેરવતો ના નજર લાલચભરી જ્યાં ને ત્યાં હળી મળીને, રહેજે સંપીને સહુ સાથે, ખળભળાટ તો અંતરમાં તો સંભવ નથી લોભભરી દૃષ્ટિ ફેરવી જ્યાં ત્યાં જગમાં, હૈયું સંકુચિત થયા વિના રહેવાનું નથી કડવી વાણી, હૈયાંની કડવાશો, રાખજે અંકુશમાં, કામ કાંઈ તને એ લાગવાનું નથી મારા તારાના બાંધીને વાડા, એવી સંકુચિતતામાં, પ્રભુ પ્રવેશ કાંઈ કરવાનો નથી કરી ક્રોધ મેળવીશ શું તું જગમાં, ક્રોધમાં પ્રભુ તો કાંઈ રાજી રહેવાનો નથી ઈર્ષ્યાથી મેળવીશ શું તું જગમાં, પ્રભુના હૈયાંમાં સ્થાન એમાં કાંઈ મળવાનું નથી શંકાઓને શંકાઓ રાખીશ જીવનભર ભરી હૈયાંમાં, પ્રભુ નજદીક ત્યાં આવી શકવાના નથી વાસનાઓ ભરી ભરી રાખીશ જો હૈયાંમાં, પ્રભુ દૂર રહ્યાં વિના તો રહેવાનો નથી સરળતાને વિશ્વાસથી ભરેલું છે ધામ એનું, એમાં એ વસ્યા વિના રહેવાનો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|