Hymn No. 6335 | Date: 03-Aug-1996
|
|
Text Size |
 |
 |
એનું કાંઈ કામ નથી, એનું કોઈ કામ નથી, ત્યાં એનું કાંઈ કામ નથી કરવાનું છે જ્યાં બધું શાંતિને પ્રેમથી, ત્યાં ગુસ્સાનું તો કાંઈ કામ નથી મેળ કરવો છે ને સ્થાપવો છે જીવનમાં જ્યાં, ત્યાં ફરિયાદનું કાંઈ કામ નથી સાધવી છે પ્રગતિ, ને ટકાવવી છે જીવનમાં જ્યાં, ત્યાં ઈર્ષ્યાનું કોઈ કામ નથી રહેવું છે શાંતિ ને સુલેહથી જીવનમાં જ્યાં, ત્યાં વેરઝેરનું કાંઈ કામ નથી ઉકેલવા છે વણઉકેલ્યા ઉકેલો જીવનમાં જ્યાં, ત્યાં મનડાંના તોફાનનું કોઈ કામ નથી બુદ્ધિવાનો ને વિદ્વાનોની સભા ભરાઈ હોય જ્યાં, ત્યાં મૂરખનું તો કોઈ કામ નથી વધવું છે આગળ જીવનમાં તો જેણે, જીવનમાં ત્યાં લાલચનું તો કોઈ કામ નથી પામવું છે જીવનમાં તો જેણે જ્યાં જીવનમાં, નિરુત્સાહિનું તો કોઈ કામ નથી રણમેદાનમાં તો જંગ ખેલવાના છે જ્યાં, ત્યાં કાયરનું તો કોઈ કામ નથી મહેફિલ અને મિજબાની મસ્તીમાં તો જીવનમાં, ત્યાં ત્યાગીઓનું કોઈ કામ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|