છીએ અમે એવાં રે વરણાગી, પ્રભુજી રે વહાલાં, છીએ અમે એવાં રે વરણાગી
ચાહીએ મેળવવા, જીવનમાં ઘણું ઘણું, દીધી નથી ઇચ્છાઓ કાંઈ ત્યાગી
મેળવવા ને મેળવવાની, ધૂન હૈયે જ્યાં લાગી, મર્યાદાની સીમાઓ દીધી અમે ત્યાગી
આંગળી દેતા ગળીએ પહોંચો રે એનો, છે સ્થિતિ મનની એવી રે અમારી
રહ્યાં છે મારતાં ને મારતાં, આંચકા સંજાગો, તોયે સમજણ નથી કાંઈ આવી
દ્વિધામાં ને દ્વિધામાં ફરેફુદરડી અમે તો ફરીએ, જીવનમાં નથી કાંઈ કોઈ સ્થિરતા આવી
દુઃખ દર્દમાં રહ્યાં છીએ મારતાં અમે ડૂબકી, બહાર નીકળવાની ચાવી, નથી હાથમાં આવી
મળશે ના જો મારગ સાચો રે જીવનમાં, દેશું એમાંને એમાં, ધીરજ અમે તો ગુમાવી
આવડત વિનાની, કરીએ વાતો અમે ઘણી, છે બણગાં ફૂંકવાની આદત તો અમારી
ખામીઓથી તો છે ભરપૂર જીવન અમારું, રહેવા નથી દીધી, ખામીઓમાં કોઈ ખામી
કરીએ વાતો મુક્તિની મોટી મોટી, બેડીઓ લાગી છે હૈયાંને તો સદાએ પ્યારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)