એક એક તાંતણો કરીને ભેગો, બાંધ્યો માળો જીવનનો તો તેં તારો
જોજે જીવનમાં એ, વિંખાઈ જાય ના, જોજે જીવનમાં એ પિંખાઈ જાય ના
મેળવવી હતી શાંતિ માળામાં તારે, જોજે અશાંતિનું ધામ એ બની જાય ના
દિનરાતની મહેનત લઈને, કર્યો ઊભો તેં માળો, જોજે મહેનત પર પાણી ફરી જાય ના
મનના ઉમંગો ને મનના ભાવો, વિંટળાયેલા તો છે એવા, સાથે રે એના
એના એવા સંકળાયેલા કોમળ તાંતણાને, જોજે કોઈ ઠેસ મારી જાય ના
રાજિતુશીથી આવે ભલે સહુ સાથમાં, અવગણનાના સૂર જોજે કોઈ કાઢે ના
પિંખાઈ જાશે માળો તો જ્યાં એકવાર, જલદી પાછો એ તો બંધાશે ના
સાચવવો છે જ્યાં માળો તો તારે તારો, કોઈની અડફટમાં તું આવતો ના
છે માળો તો તારો તારા કાજે, એમાં કોઈનું તો તું ચાલવા દેતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)