માન્યું કે કોઈ પુણ્ય મેં કર્યું નથી, પણ પાપમાં હાથ મેં ડુબાડયા નથી
હરપળે યાદ તને કર્યા ના હોય મેં તને પ્રભુ, પણ તને યાદ કર્યા વિના રહ્યો નથી
જાણું છું કે જગમાં કાંઈ નથી, અહંકાર વિના પ્રભુ તોયે હું તો રહ્યો નથી
શું દૂર છે કે પાસે છે તું, કહી શક્તો નથી, જ્યાં તું ક્યાં છે તે હું જાણતો નથી
મારા વિના ટકશે જગમાં તો તું, તારા વિના તો હું કાંઈ ટકવાનો નથી
થાકું જ્યાં હું, મૂંઝાઈ જાઉં જ્યાં હું, નજર નજર તો મારી, તને શોધ્યા વિના રહેતી નથી
રાત દિવસની કરી મહેનત જીવનમાં, ફળની આશા જાગ્યા વિના તો રહેતી નથી
કરશો કામ જ્યાં એક પૂરું, સ્થાન તો બીજું એનું તે લીધા વિના રહેવાનું નથી
આવે પાળી જ્યાં માંગવાની, ત્યાં માંગવામાં તો, અકડાઈ કાંઈ ચાલવાની નથી
ભૂલવું સુખદુઃખ જીવનમાં જ્યાં, દુઃખના દિવસોને યાદ કરવાની કાંઈ જરૂર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)